AM/NS India Beti Padhao Scholarship 2026 : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ! 👋 આજના સમયમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું એ સમાજની સૌથી મોટી જરૂરિયાત છે. ઘણીવાર એવું બને છે કે દીકરી હોશિયાર હોય, આગળ ભણવા માંગતી હોય, પરંતુ ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ઉચ્ચ શિક્ષણની ફી ભરવી શક્ય નથી હોતી. આવી પરિસ્થિતિમાં ArcelorMittal Nippon Steel (AM/NS) India, જે વિશ્વની અગ્રણી સ્ટીલ કંપનીઓમાંની એક છે, તે વહારે આવી છે.
AM/NS India એ વિદ્યાસારથી (Vidyasaarathi) પોર્ટલ સાથે મળીને વર્ષ 2025-26 માટે “AM/NS India Beti Padhao Scholarship 2026” જાહેર કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થિનીઓને આર્થિક અવરોધો દૂર કરી શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવવાનો છે.
આજે આપણે આ આર્ટિકલમાં ધોરણ 9 થી લઈને મેડિકલ, એન્જિનિયરિંગ અને સ્પોર્ટ્સ સુધીની તમામ કેટેગરીની શિષ્યવૃત્તિ વિશે ડીટેલમાં વાત કરીશું.
યોજનાની ટૂંકી રૂપરેખા (Overview of AM/NS India Beti Padhao Scholarship 2026)
| વિગત | માહિતી |
| શિષ્યવૃત્તિનું નામ | AM/NS India Beti Padhao Scholarship |
| કોના દ્વારા? | ArcelorMittal Nippon Steel India (CSR) |
| લાભાર્થી | માત્ર વિદ્યાર્થિનીઓ (Girls Only) |
| સહાયની રકમ | ₹12,000 થી ₹50,000 સુધી |
| અરજી શરૂ તારીખ | 20 જાન્યુઆરી 2026 |
| છેલ્લી તારીખ | 21 ફેબ્રુઆરી 2026 |
| અરજી પોર્ટલ | Vidyasaarathi |
અભ્યાસક્રમ મુજબ શિષ્યવૃત્તિની રકમ (Course-wise Amount Details of AM/NS India Beti Padhao Scholarship 2026)
AM/NS India એ દરેક લેવલના અભ્યાસ માટે અલગ-અલગ રકમ નક્કી કરી છે. તમારા કોર્સ મુજબ રકમ નીચે પ્રમાણે છે:
1. શાળા કક્ષાએ (School Level)
- ધોરણ 9: જે વિદ્યાર્થિનીઓ ધોરણ 9 માં છે તેમને ₹12,000 મળશે.
- ધોરણ 10: ધોરણ 10 માં ભણતી દીકરીઓને પણ ₹12,000 ની સહાય મળશે.
- ધોરણ 11 અને 12: ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ₹15,000 આપવામાં આવશે.
2. ટેકનિકલ કોર્સ (ITI & Diploma)
- ITI: જે દીકરીઓ ફુલ ટાઈમ ITI કરી રહી છે, તેમને ₹10,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે.
- ડિપ્લોમા: ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ માટે ₹20,000 ની રકમ નક્કી કરાઈ છે.
3. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન (UG & PG)
- ગ્રેજ્યુએશન (General): બી.એ., બી.કોમ, બી.એસ.સી. જેવા કોર્સ માટે ₹40,000 સુધીની સહાય મળશે.
- પોસ્ટ ગ્રેજ્યુએશન (PG): માસ્ટર ડિગ્રી કરતા વિદ્યાર્થીઓ માટે ₹30,000 ની શિષ્યવૃત્તિ છે.
4. પ્રોફેશનલ અને મેડિકલ કોર્સ (High Value Scholarship)
આ પણ વાંચો : IPO Allotment Status Check: માત્ર 2 મિનિટમાં જાણો – તમને શેર લાગ્યા કે નહીં? (સૌથી સરળ રીત)
- BE / B.Tech: એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ ₹50,000 ની શિષ્યવૃત્તિ છે.
- મેડિકલ સ્ટુડન્ટ્સ: MBBS, BAMS (આયુર્વેદ), BHMS (હોમિયોપેથિક) કે BUMS (યુનાની) કરતા ડોક્ટર વિદ્યાર્થીઓ માટે પણ ₹50,000 ની સહાય છે.
- CA / CS: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કે કંપની સેક્રેટરી (CS) જેવા પ્રોફેશનલ કોર્સ માટે ₹30,000 મળશે.
5. સ્પોર્ટ્સ શિષ્યવૃત્તિ (Sports Category)
જે વિદ્યાર્થિનીઓ ભણવાની સાથે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ રમતમાં આગળ છે, તેમના માટે પણ ₹50,000 ની જોગવાઈ છે.
(નોંધ: જૂના વિદ્યાર્થીઓ માટે ‘Renewal’ ની સુવિધા પણ ઉપલબ્ધ છે ).
અરજી કરવા માટેની પાત્રતા (Eligibility Criteria of AM/NS India Beti Padhao Scholarship 2026)
આ લાભ લેવા માટે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:
- ટકાવારી: વિદ્યાર્થિનીએ અગાઉના ધોરણની ફાઈનલ પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલા હોવા જોઈએ.
- આવક મર્યાદા: પરિવારની કુલ વાર્ષિક આવક ₹5,00,000 (પાંચ લાખ) થી ઓછી હોવી જોઈએ.
- માત્ર વિદ્યાર્થિનીઓ: આ યોજના ફક્ત છોકરીઓ (Females) માટે જ છે.
- બાકાત: AM/NS કંપનીના કર્મચારીઓના બાળકો આ યોજના માટે પાત્ર નથી.
- સ્થાન પસંદગી (Preference): ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાં જ્યાં AM/NS ના પ્લાન્ટ આવેલા છે, તેની નજીક રહેતા વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
મહત્વની તારીખો (Important Dates of AM/NS India Beti Padhao Scholarship 2026)
સમયમર્યાદાનું ખાસ ધ્યાન રાખજો:
- ફોર્મ ભરવાનું શરૂ: 20 જાન્યુઆરી 2026.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 21 ફેબ્રુઆરી 2026.
જરૂરી દસ્તાવેજો (List of Documents of AM/NS India Beti Padhao Scholarship 2026)
ઓનલાઈન અરજી કરતા પહેલા નીચેના દસ્તાવેજો .jpeg અથવા .png ફોર્મેટમાં સ્કેન કરી લેવા:
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ).
- સરનામાનો પુરાવો (Address Proof).
- છેલ્લી પરીક્ષાની માર્કશીટ (દા.ત. ધો. 8, 9, 10, 12 ની માર્કશીટ).
- આવકનો દાખલો (Income Certificate / ITR / Salary Slip).
- વિદ્યાર્થીની બેંક પાસબુક (બેંક ખાતું હોવું ફરજિયાત છે).
- ચાલુ વર્ષની ફી ભર્યાની રસીદ અથવા ફી સ્ટ્રક્ચર.
- શાળા/કોલેજનું બોનાફાઇડ સર્ટિફિકેટ (Bonafide Certificate).
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (Step-by-Step Guide)
અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમારે નીચેના સ્ટેપ્સ ફોલો કરવાના છે:
- સૌ પ્રથમ Vidyasaarathi ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- ત્યાં “Browse Available Schemes” ઓપ્શનમાં જઈને “ArcelorMittal Nippon Steel“ સર્ચ કરો.
- તમારા અભ્યાસક્રમ (જેમ કે ધો. 9, ડિપ્લોમા, કે BE) મુજબની સ્કીમ સામે “Apply” બટન પર ક્લિક કરો.
- જો તમે નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો, નહીંતર લોગીન કરો.
- તમામ માહિતી સાચી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
- છેલ્લે Submit બટન દબાવો.
સંપર્ક અને હેલ્પલાઇન | AM/NS India Beti Padhao Scholarship 2026
જો ફોર્મ ભરવામાં કોઈ ટેકનિકલ સમસ્યા આવે તો તમે અહીં સંપર્ક કરી શકો છો:
- સંપર્ક વ્યક્તિ: ધીરજ લાઠ.
- ઈમેલ: Vidyasaarathi@proteantech.in.
- હેલ્પડેસ્ક નંબર: 022-40904484.
નિષ્કર્ષ
વાલી મિત્રો, ₹50,000 સુધીની આ શિષ્યવૃત્તિ તમારી દીકરીના ભવિષ્ય માટે ખૂબ મોટો ટેકો છે. 21 ફેબ્રુઆરી 2026 સુધી રાહ જોયા વગર આજે જ AM/NS India Beti Padhao Scholarship 2026 માં અરજી કરી દો. આ માહિતી તમારા સગા-સંબંધીઓ અને મિત્રોના ગ્રુપમાં શેર કરજો જેથી કોઈ જરૂરિયાતમંદ દીકરીને મદદ મળી રહે.