IPO Allotment Status Check : નમસ્કાર રોકાણકાર મિત્રો! 👋 શેરબજારમાં અત્યારે IPO ની મોસમ ચાલી રહી છે. ટાટા ટેક્નોલોજી હોય કે પછી કોઈ SME IPO, ગુજરાતીઓ રોકાણ કરવામાં હંમેશા આગળ હોય છે. પણ IPO ભર્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે – “શું મને IPO લાગ્યો છે?” (IPO Allotment Status Check).
ઘણા નવા રોકાણકારોને ખબર નથી હોતી કે અલોટમેન્ટ સ્ટેટસ ક્યાં અને કેવી રીતે જોવું. ઘણીવાર અલગ-અલગ વેબસાઈટ પર ભટકવું પડે છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી! આજે અમે તમને IPO સ્ટેટસ ચેક કરવાની સૌથી સરળ અને ઝડપી રીત જણાવીશું.
IPO Allotment Status Check કરવા માટે શું જોઈએ?
તમારે તમારું રિઝલ્ટ (Status) જોવા માટે માત્ર નીચેની વસ્તુઓમાંથી કોઈ એકની જરૂર પડશે:
- PAN Card Number (સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત)
- Application Number (જે ફોર્મ ભરતી વખતે મળ્યો હોય)
- DP Client ID (તમારું Demat Account નંબર)
રીત 1: સૌથી ઝડપી અને સરળ રીત (Recommended)
જો તમારે અલગ-અલગ રજીસ્ટ્રારની લિંક શોધવા ના જવું હોય, તો તમે નીચે આપેલી લિંક પર જઈને સીધું જ તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. આ ટૂલ તમને સીધા જે-તે IPO ના પેજ પર લઈ જશે.
👉 અહીં ક્લિક કરો: Check IPO Allotment Status Now
રીત 2: રજીસ્ટ્રારની વેબસાઈટ પર ચેક કરવું
દરેક IPO નો એક “રજીસ્ટ્રાર” (Registrar) હોય છે જે શેરની વહેંચણીનું કામ સંભાળે છે. ભારતમાં મુખ્યત્વે 3 મોટા રજીસ્ટ્રાર છે. તમારે એ જાણવું પડે કે તમે ભરેલા IPO નો રજીસ્ટ્રાર કોણ છે.
અહીં ભારતના ટોચના રજીસ્ટ્રાર અને તેઓ કયા પ્રકારના IPO સંભાળે છે તેની માહિતી છે:
| રજીસ્ટ્રારનું નામ (Registrar) | IPO કેટેગરી (Category) |
| Link Intime India | Mainboard & SME IPOs |
| KFin Technologies | Mainboard & SME IPOs |
| Bigshare Services | ખાસ કરીને SME IPOs |
| BSE India / NSE India | Mainboard IPOs |
મુખ્ય રજીસ્ટ્રારની વિગતો:
- Link Intime & KFin Technologies:સામાન્ય રીતે મોટી કંપનીઓના (Mainline) IPO આ બે રજીસ્ટ્રાર પાસે જ હોય છે. તેઓ સબસ્ક્રિપ્શન ડેટાના આધારે ગણતરી કરીને અલોટમેન્ટ નક્કી કરે છે.
- Bigshare Services:જો તમે કોઈ SME IPO (નાની કંપની) માં રોકાણ કર્યું હોય, તો વધારે શક્યતા છે કે તેનો રજીસ્ટ્રાર Bigshare Services હોય. તેઓ અત્યાર સુધીમાં 300 થી વધુ IPO મેનેજ કરી ચૂક્યા છે અને Link Intime પછી બીજા નંબરે આવે છે.
IPO Allotment Status Check કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
જો તમે રજીસ્ટ્રારની વેબસાઈટ પર જઈને ચેક કરવા માંગતા હોવ, તો નીચે મુજબ કરો:
- સૌથી પહેલા ઉપર આપેલી લિંક અથવા રજીસ્ટ્રારની વેબસાઈટ પર જાઓ.
- ત્યાં “IPO Allotment Status” લિંક પર ક્લિક કરો.
- લસ્ટમાંથી કંપનીનું નામ (IPO Name) પસંદ કરો. (નોંધ: જો નામ ન દેખાય તો તેનો અર્થ કે હજુ સ્ટેટસ આવ્યું નથી).
- તમારો PAN Number દાખલ કરો.
- કેપ્ચા કોડ નાખીને “Search” બટન પર ક્લિક કરો.
જો તમને શેર લાગ્યા હશે તો સ્ક્રીન પર “Allotted” અને શેરની સંખ્યા લખેલી આવશે. અને જો નહીં લાગ્યા હોય તો “Not Allotted” લખેલું આવશે અને તમારા પૈસા રિફંડ થઈ જશે.
નિષ્કર્ષ
મિત્રો, IPO માં શેર લાગવા એ નસીબની વાત છે, પણ સમયસર સ્ટેટસ ચેક કરવું એ તમારી જાગૃતતા છે. હવે તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી IPO Allotment Status Check કરવા માંતે નીચેની લિન્ક સેવ કરી લેજો.
તમારા કોઈપણ IPO નું સ્ટેટસ જાણવા માટે આ લિંક સેવ કરી લો: IPO Allotment Status Check
જો આ માહિતી ઉપયોગી લાગી હોય, તો તમારા બીજા રોકાણકાર મિત્રો સાથે વોટ્સએપ પર જરૂર શેર કરજો! Good Luck for Allotment! 👍